નાના ખીજડીયા ગામથી ઘુનડા જવાના રોડ પર વણાંક પાસે ડબલ સવારી બાઈક ઇકો કાર સાથે અથડાયું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક સહીત બે યુવાનના મોત થયા હતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામે રહેતા રાજેશભાઈ દેવકરણ જીન્જુવાડિયાએ બાઈક MP ૪૬ ZF ૬૫૧૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી બાઈક ચાલક નાના ખીજડીયા ઘુનડા રોડ પર વાનાન્કમાં ફૂલ સ્પીડમાં બાઈક ચલાવી ફરિયાદીની ઇકો કાર જીજે ૩૬ એસી ૬૨૬૮ સાથે આગળના ભાગે સામેથી ભટકાડી અકસ્માત કર્યો થો જે અકસ્માતમાં બાઈકમાં પાછળ બેસેલ રામ માંગુ બામનીયાને માથાના અને શરીરે ગંભીર ઈજા કરી આરોપી અનીલ ખુમસિંગ મંડલોઈએ પોતાને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા કરી પોતાનું અને પાછળ બેસેલ રામ બામનીયાનું મોત નીપજાવ્યું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
