મોરબીમાં વ્યાજખોરો બેફામ બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય છે મોરબીમાં એક આધેડે વ્યાજ સહીત મુદલ રકમ ચૂકવ્યા છતાં એક ઇસમેં બળજબરીપૂર્વક ચેકો અને લખાણ લખાવી વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબીના પંચાસર રોડ ન્યુ ચંદ્રેશમાં રહેતા શૈલેષભાઈ ભીખાભાઈ જીવાણીએ આરોપી વિપુલભાઈ અવાડીયા રહે કુબેરનગર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ફરિયાદીને ઊંચા વ્યાજે રૂપિયા અપાય હતા જે રકમ વ્યાજ સહીત પરત આપી દીધા છતાં આરોપી વિપુલે ફરિયાદી પાસે બળજબરીપૂર્વક ચેકો અને લખાણ લખાવી લઈને વ્યાજના રૂપિયાની બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે


