R R Gujarat

મોરબીમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાનીનો સર્વે કરી ખેડૂતો માટે વિશેષ પેકેજ આપવા કોંગ્રેસની માંગ

મોરબીમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાનીનો સર્વે કરી ખેડૂતો માટે વિશેષ પેકેજ આપવા કોંગ્રેસની માંગ

મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પાઠવી રજૂઆત

તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલ કોળીયો છીનવી લીધો છે અને તૈયાર પાકને નુકશાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાની અંગે સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ પેકેજ આપવાની માંગ સાથે મોરબી તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે

 

મોરબી તાલુકા કોંગેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, લલીતભાઈ કાસુન્દ્રા, રજનીશભાઈ સીરવી, હિતેષભાઇ ભટ્ટ, ચિરાગભાઈ રાછ, વસીમ ભાઈ મન્સૂરી અને મોરબી તાલુકાના ખેડૂતને સાથે રાખી મામલતદારને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી, ડાંગર સહિતના ખરીફ પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે ગુજરાતમાં છેલ્લી ૭ સીઝનથી વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો રાહત પેકેજના માત્ર જાહેરાતથી સંતોષ માની લે છે અને વાસ્તવમાં ખેડૂતોને ચૂકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના ૩૦ થી ૩૫ ટકા રકમ ખેડૂતોને ચુકવવામાં આવતી નથી ગત વર્ષ ૨૦૨૪ ના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ, ઓક્ટોબર ૨૦૨૪ નો કમોસમી વરસાદ અને ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં આવેલ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે

 

ખેડૂતોએ લીધેલા પાક ધિરાણ ભરી સકે તેમ નથી આવનાર શિયાળુ સીઝન માટે વાવેતર કરવા બિયારણ, ખાત્ર લેવાના રૂપિયા ખેડૂતો પાસે નથી રાજ્ય સરકારે જેમ upa સરકારે ખેડૂતોને ૭૮,૦૦૦ કરોડના દેવા માફ કર્યા હતા તેવી રીતે સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે ૨૦૨૦ થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે આખા દેશમાં યોજના અમલમાં છે ગુજરાતમાં સરકારી પાક વીમા કંપનીઓ આધારિત યોજના તાત્કાલિક અમલી કરવામાં આવે અને નુકશાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે. ખેડૂતોની મગફળીમાં વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે જે માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે ૩૦૦ મણ ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી છે