હસનપર ગામે રહેતા યુવાનના ઘર પાસે રાખેલ બે બાઈક ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે વાંકાનેર સીટી પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા અજયભાઈ ભુપતભાઈ પરસોંડા (ઉ.વ.૨૯) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૪-૧૧ ના રાત્રીના ૧ થી સવારના ૭ વાગ્યા દરમિયાન ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એડી ૦૭૯૦ કીમત રૂ ૩૫,૦૦૦ વાળું હસનપર ગામે ફરિયાદીના ઘર સામે રાખ્યું હતું તેમજ બીજું બાઈક જીજે ૩૬ એજી ૦૭૯૦ કીમત રૂ ૪૦,૦૦૦ વાળા બંને બાઈક અજાણ્યા ચોર ઇસમેં ડુપ્લીકેટ ચાવી વડે અગર તો લોક તોડી ચોરી કરી ગયો છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


