ખેડૂતો હાલ ઘઉ, જીરૂ સહિતના પાક તૈયાર થઈ જતાં બજારમાં વેચવા માટેની તૈયારી કરતાં હોય છે અને વઘાસિયા ગામમાં રેટ ખેડૂતે પણ જીરૂનો પાક તૈયાર કરી જૂના મકાનની ઓસરીમાં રાખ્યો હતો જે 152 મણ જીરૂ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના વઘાસિયા ગામે રહેતા હબીબ વલીભાઈ માથકીયા (ઉ. વ.72) અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ વઘાસિયા ગામમાં આવેલ જૂના મકાનની ઓસરીમાં બે માસ પૂર્વેથી તા. 17-04 દરમિયાન પ્લાસ્ટિક બાચકા નંગ 60 માં આશરે 152 મણ જીરૂ કિમત રૂ 4,71,200 રાખ્યું હતું જે જીરૂ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયો છે વાંકાનેર સિટી પોલિસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે