ઘુનડા ગામના તળાવ પાસે દંપતી ફોટો પાડવા ગયા હતા અને એકટીવા લોક વગર રાખ્યું હતું જે એકટીવા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ઉમિયાનગર ૦૧ ના રહેવાસી પન્નાબેન જયંતીભાઈ કાવરે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૦૮ ના રોજ ફરિયાદીની માલિકીનું એકટીવા જીજે ૩૬ એએમ ૮૫૪૯ વાળું લઈને દીકરી તન્વી તેમજ મોટી દીકરી કેયા અને જમાઈ સુનીલભાઈ બે અલગ અલગ મોટરસાયકલ લઈને ઘુનડા (સ) ગામના તળાવ પાસે ફોટો પાડવા ગયા હતા અને દીકરી તન્વીએ એકટીવા લોક વગર રાખ્યું હતું અને જમાઈનું મોટરસાયકલ રોડ પર પાર્ક કર્યું હતું સાંજે ફોટો પાડી પરત આવતા ફરિયાદીનું એકટીવા જીજે ૩૬ એએમ ૮૫૪૯ કીમત રૂ ૪૫,૦૦૦ વાળું અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો ટંકારા પોલીસ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


