ટંકારા પંથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં પાંચ ઇસમોએ યુવાનનું મકાનમાં કબજો કરી પચાવી પાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના બેલ રંગપર ગામે રહેતા અંતિમસિંહ બનેસંગ જાડેજાએ આરોપીઓ અમીનસહાય અલિશા સરવદી, આસિફ અલિશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ અકબરસહાય સરવદી અને અલિશા અકબરશા સરવદી રહે બધા ટંકારા પોલીસ સ્ટેશન પાછળ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 13-05-2023 થી આજદિન સુધી આરોપીઓએ ફરિયાદીના ટંકારા ગામે સર્વે નંબર 1526 a ની ચો. મી. 3182.27 માં આવેલ મકાનમાં એકબીજાને મદ્દગારી કરી ગેરકાયદે કબજો કરી મકાન પચાવી પાડ્યું છે ટંકારા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટની કલમો મુજબ ગુનો નોંધી આરોપીને જડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે