ટંકારાના મોટા રામપર ગામમાં બાઇક ખુલ્લા મેદાનમાં પાર્ક કરી દુકાને વસ્તુ લેવા ગયા ત્યારે અજાણ્યો ઈસમ બાઇક ચોરી કરી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ટંકારાના નાના રામપર ગામમાં રહેતા પરિક્ષિતસિંહ રણુંભા જાલાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેના પિતાનું બાઇક જીજે 03 fn 6620 લઈને વાડીના મજૂર રાજુભાઇ માંગીલાલ વાડીથી મહેન્દ્રપૂર ગામે દુકાને વસ્તુ લેવા ગયા હતા અને દુકાન બહાર બાઇક ખુલ્લા મેદાનમાં રાખી દુકાને વસ્તુ લેવા ગયા ત્યારે અજાણ્યો ચોર ઈસમ ફરિયાદીના પિતાનું બાઇક કિમત રૂ 25 હજાર ચોરી કરી નાસી ગયો હતો