R R Gujarat

મોરબીના કાંતિનગરમાં મકાન પાસેથી બાઈક ચોરીની ફરિયાદ

મોરબીના કાંતિનગરમાં મકાન પાસેથી બાઈક ચોરીની ફરિયાદ


સામાકાંઠે આવેલ કાંતિનગર વિસ્તારમાં યુવાને પોતાના ઘર પાસે રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી ૨ કાંતિનગર ચામુંડા સ્ટોર પાસે રહેતા અસ્લમ તાજમહમદ સંધવાણી (ઉ.વ.૨૪) નામના યુવાને અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૯ ના ૦૩ : ૩૦ થી સાંજે ૫ : ૩૦ કલાક દરમિયાન ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એએસ ૯૭૩૭ કીમત રૂ ૩૦,૦૦૦ વાળું મકાન પાસે રાખેલ હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી બી ડીવીઝન પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે