ધમલપર ગામે આવેલ 220 કેવી સબ સ્ટેશનમાંથી અજાણ્યો ચોર ઈસમ કેપેસિટર બઁકના એક રિયકટરની ચોરી કરી ગયો છે જેથી વાંકાનેર સિટી પોલીસે 50 હજારની મત્તા ચોરી થયાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
રાજકોટના પુષ્કરધામના રહેવાસી નિકુંજભાઈ ભવાનભાઈ રામાણીએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના તાબામાં આવતું ધમપલર ગામ પાસે આવેલ 220 કેવી સબ સ્ટેશનમાંથી ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 1 થી સવારના 9 કલાક સુધીના સમય દરમિયાન સબ સ્ટેશનમાં કેપેસિટર બેન્કનું એક રિયકટર વજન આશરે 300 કિલોગ્રામ કિમત રૂ 50,000 વાળું ચોરી કરી ગયો છે વાંકાનેર સિટી પોલિસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે