મોરબીમાં રહેતી મહિલાને એક પત્રકારે તારું સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દઈશ કહીને આર્થિક મદદ કરવી પડશે કહીને ધાક ધમકીઓ આપી હતી જેથી ભયભીત મહિલાએ ફિનાઈલ પી મરી જવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં પતિએ હિંમત આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન સામે જીવરાજ પાર્કમાં રહેતા પ્રભાબેન જેસિંગભાઈ મકવાણા (ઉ.વ.૩૪) વાળાએ પીયુશભાઇ નિમાવત શ્વેત સમાચાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી બ્યુટી પાર્લર અને રેડીમેઈડ કપડાનો વેપાર કરે છે અને સામાજિક કાર્યો કરે છે ઘણા બધાના ફોન આવતા જાણ થઇ કે શ્વેત સમાચાર સોશ્યલ મીડિયામાં મોરબીના રાજકીય આગેવાન અને પ્રેમમાં પ્રભાવ લપેટાયાના હેડીંગ સાથે સમાચાર વાયરલ થયા છે જેથી પતિને વાત કરતા પતિએ તારે એવું કાઈ છે નહિ શું કામ ચિંતા કરે છે કહીને હિમત આપી હતી બાદમાં પંદર દિવસ પછી બ્યુટી પાર્લરથી ઘરે એકટીવા લઈને જતી હોય ત્યારે એક ફોર વ્હીલ કાર ઉભી રાખી ગાડીના ચાલકે હાથ ઉંચો કરી એકટીવા ઉભું રખાવ્યું અને હુ શ્વેત સમાચાર વાળો પીયુષ નિમાવત છું તારા સમાચાર મેં જ છાપી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા છે હજુ વધારે બદનામ ના થવું હોય તો મને આર્થિક મદદ કરવી પડશે જેથી મહિલાએ મારી પાસે શું છે તો તમને મદદ કરું ખોટી રીતે બદનામ કરો છો હું તમને ઓળખતી નથી કહ્યું હતું
જેથી પીયુષ નિમાવતે હજુ થોડુંક તારું સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલ છે તારું મટીરીયલ મારી પાસે ઘણું બધું પડ્યું છે જો તે વાયરલ કરી દઈશ તો મોરબીમાં રહેવું અને જીવવું મુશ્કેલ થઇ જશે કહીને ધમકીઓ આપી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલ્યો હતો જેથી ગભરાઈ જતા ઘરે આવી બદનામી થાય જેથી ઘરે કોઈને વાત કરી નહિ અને તા. ૨૨-૧૧ ના રોજ ફિનાઈલ પી મરી જવાનો પ્રયાસ કર્યો હતો પતિએ શાંતિથી હિમત આપી પૂછપરછ કરતા સમગ્ર હકીકત જણાવી હતી અને પતિએ હિમત આપતા ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે પીયુષ નિમાવત વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે


