R R Gujarat

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને દવા પી આપઘાત કર્યો, 11 વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને દવા પી આપઘાત કર્યો, 11 વિરુદ્ધ ફરિયાદ

 

મોરબીમાં વ્યાજખોરો બેફામ બની ગયા છે એક બાદ એક વ્યાજખોરોના ત્રાસની ફરિયાદ નોંધાઈ રહી છે જેમાં વ્યાજે લીધેલા રૂપીયાની યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતાં યુવાને પોતાની ઓફિસમાં જંતુનાશક દવા પી લેતા મોત થયું હતું પોલીસ 11 આરોપીઓ વિરુદ્ધ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબી નવલખી રોડ પર રહેતા જિગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ આરોપીઓ નીલેશ ભિમાણી, રવિ દેવાભાઈ ડાંગર, પ્રકાશ મેપાભાઈ પીથામલ, રવિ રાજેશ જાલરીયા, હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા મોરબી પોલીસ, કિરીટસિંહ જાડેજા, મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા, ભગીરથસિંહ જનકસિંહ જાડેજા, પ્રશાંત ચીખલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

ગત તા. 11-04-25 પહેલા કોઈપણ સમયે ફરિયાદીના ભાઈ નિલેશભાઈ નવલખી રોડ પર આવેલ હિતેશ મરકટીંગ સેલ્સ એજન્સીમાં વેપાર કરતાં હતા અને ધંધામાં જરૂરત પડતાં આરોપીઓ પાસેથી વ્યાજે રૂપીયા લીધા હતા અને વ્યાજ સહિત ચૂકવી આપ્યા હતા છતાં આરોપીઓ હેરાન પરેશાન કરતાં હતા જેથી ફરિયાદીના ભાઈ નિલેશભાઈએ ઓફિસમાં જંતુનાશક દવા પી લેતા મોત થયું હતું સિટી બી ડિવિજન પોલીસે આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે