મોરબીમાં પાટીદાર યુવાનને પૈસાની લેતીદેતી મામલે કંડલા બાયપાસ લઇ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો જે બનાવમાં પોલીસ ફરિયાદ પણ નોંધતી ના હતી અને પાટીદાર આગેવાનોએ પોલીસ મથકે ધક્કા ખાધા બાદ પત્રકાર પરિષદ સંબોધી પોલીસની આબરૂ લુંટ્યા બાદ આખરે પોલીસે ફરિયાદ નોંધવાની ફરજ પડી છે પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી બાયપાસ સત્કાર રેસીડેન્સીના રહેવાસી પાર્થ સુંદરજીભાઈ બોપલીયા (ઉ.વ.૨૦) વાળાએ આરોપીઓ શક્તીભાઈ મહેશભાઈ ગજીયા, મહેશભાઈ ઉર્ફે લાલાભાઈ આયદાનભાઈ સવસેટા, કાનભા ગઢવી, યુવરાજ ગઢવી અને જગદીશ સાધાભાઈ સવસેટા વિરુદ્ધ તેમજ તપાસમાં નીકળી આવે તે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ગત તા. ૦૧ ના રોજ ફરિયાદી પાર્થે આરોપી શક્તિ પાસે રૂ ૨૫ હજારની માંગણી કરતા એક મોટરસાયકલ અડાણે મુકવા આપેલ અને આરોપી શક્તિએ પાર્થને એક મહિના પછી રૂપિયા ૫૦ હજાર અને મોટરસાયકલ પરત આપવાનું કહ્યું હતું અને જો નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
તેમજ પાર્થને ગેરકાયદેસર અટકાયતમાં રાખી વાવડી રોડ ભૂમિ ટાવર પાસે લઇ જઈને પાંચેય આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટું માર મારી લાકડી વડે માર મારી આરોપી શક્તિ ગજીયાએ પાર્થ પાસેથી એપલ કંપનીનો ૧૩ પ્રો અને આરોપી કાનભા ગઢવીએ રીયલમી કંપનીનો c-૩૫ મોબાઈલ બળજબરીપૂર્વક કઢાવી લીધો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
