R R Gujarat

મોરબી ભવાનીચોકમાં વેપારના પૈસાની લેતીદેતીમાં મારામારી, બે વિરુદ્ધ ફરિયાદ

મોરબી ભવાનીચોકમાં વેપારના પૈસાની લેતીદેતીમાં મારામારી, બે વિરુદ્ધ ફરિયાદ

 

મોરબીના ભવાની ચોક પાસે વેપારના પૈસા લેવાના બાકી નીકળતા હોય જે બાબતે પૂછતાં માથાકૂટ થઈ હતી અને બે ઇસમોએ ગાળો આપી આધેડને ઢીકા પાટુ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

મોરબીના કંસારા શેરીમાં રહેતા દીપેનભાઈ અનંતરાય કરથીયા (ઉ. વ.45) વાળાએ ભાવની ચોકમાં જ રહેતા દિલીપ કાળું ચનીયારા અને કાળુંભાઈ ચનીયારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી કાળુંભાઈ સાથે વેપાર ધંધાના પૈસા લેવાના બાકી હોવાથી દીપેનભાઈ ભવાની ચોક લખધીરવાસમાં આવેલ આરોપીના વિશ્વકર્મા નામના કારખાને લેવા ગયા હતા ત્યારે આરોપી દિલીપ હજાર હતો જેને કાળુંભાઈ વિશે પૂછતાં હજાર નથી જેથી દીપેનભાઈએ રૂપીયા લેવાના હોવાનું જણાવ્યું અને કેટલા ધક્કા ખાવા તેમ કહેતા ઉશ્કેરાઈ જઈને ગાળો આપવા લાગ્યો ત્યારે કાળુંભાઈ આવી જતાં ઢીકા પાટુ મારી છરીનો એક ઘા માથામાં મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સિટી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે \