R R Gujarat

મોરબીના મયુરબ્રીજ પર સેલ્ફી પોઈન્ટને નુકશાન કરનાર વિરુદ્ધ ફરિયાદ

મોરબીના મયુરબ્રીજ પર સેલ્ફી પોઈન્ટને નુકશાન કરનાર વિરુદ્ધ ફરિયાદ


શહેરના મયુરબ્રીજ પર આઈ લવ મોરબી સેલ્ફી પોઈન્ટ મહાનગરપાલિકા દ્વારા મુકવામાં આવ્યો છે જે સેલ્ફી પોઈન્ટને નુકશાન કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના નવલખી રોડ પર રહેતા સૂર્યકાન્તભાઈ કલાપાભાઈ પાટીલ (ઉ.વ.૫૩) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ ઓગસ્ટના રોજ મોરબીના મયુર બ્રીજના મધ્ય ભાગે મહાનગરપાલિકા દ્વારા મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ લવ મોરબી અંદાજીત કીમત રૂ ૨ લાખને કોઈ અજાણ્યા ઇસમેં નુકશાન કર્યું હતું મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે