નવલખી ફાટક પાસે દીકરી ભગાડી લાવ્યાનું સમાધાન કરવા બાબતે બઘડાટી બોલી જતા યુવાનને ધરિયા અને ધોકા તેમજ છરી વડે માર મારતા યુવાનનું મોત થયું હતું તેમજ યુવાનના પિતાને ઈજા પહોંચી હતી બનાવ અંગે મહિલાઓ સહીત છ આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબી નવલખી ફાટક બ્રિજના છેડે સિલ્વર પાર્ક સોસાયટી સામે રહેતા નરશીભાઈ જીવાભાઈ પરમાર (ઉ.વ.૪૭) વાળાએ આરોપીઓ વિજય ગુણાભાઈ પરમાર, શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર ,ભગાભાઈ ગુણાભાઈ પરમાર, ભાવુબેન ભગાભાઈ પરમાર, મંજુબેન વિજયભાઈ પરમાર અને સની જંજવાડિયા રહે બધા નવલખી ફાટક પાસે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી શંકર ઉર્ફે ચકુ ફરિયાદીના નાતના રાણીંગ હીરાભાઈ દેવીપુજકની દીકરી સંગીતાને ભગાડી લાવ્યો જેનું સમાધાન કરવા આરોપીઓ ફરિયાદીને દબાણ કરતા હતા અને ફરિયાદી સમાધાન કરાવવા સાથે જવાની ના કહી હતી જેનો ખાર રાખીને આરોપીઓએ છરી, ધારિયું અને લાકડી જેવા હથિયાર સાથે નવલખી ફાટક સિલ્વર પાર્ક સોસાયટી સામે ફરિયાદીના ઝુપડામાં આવ્યા હતા
આરોપી શંકરે છરી વડે ફરિયાદીના ભત્રીજા રમેશ ગભાભાઈને ખંભા પાસે જીવલેણ ઘા મારી ગંભીર ઈજા કરી ખૂન કર્યું હતું તેમજ અન્ય ઇસમોએ ધારિયા વડે ફરિયાદીના મોટાભાઈ ગભાભાઇ જીવાભાઈને હાથ અને શરીરે ગંભીર ઈજા કરી હતી તેમજ લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
