R R Gujarat

ટંકારાના ઘુનડા ગામે વાડીની ઉપજનો ભાગ માંગતા બે ભાઈઓને માર મારી ધમકી, ચાર વિરુદ્ધ ફરિયાદ

ટંકારાના ઘુનડા ગામે વાડીની ઉપજનો ભાગ માંગતા બે ભાઈઓને માર મારી ધમકી, ચાર વિરુદ્ધ ફરિયાદ


ઘુનડા (સ) ગામે વાડી ભાગે રાખેલ હોય અને આરોપીઓ ફરિયાદી અને તેના ભાઈને ગૌશાળાના કામે લઇ જતા હોવાથી ગૌશાળાનું કામ કરવાની ના પાડતા તેમજ ઉપજનો ભાગ માંગતા બે અજાણ્યા સહીત ચાર આરોપીઓએ બંને ભાઈઓને માર મારી જાતી પ્રત્યે અપમાનિત કરી અપશબ્દો બોલી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મૂળ દાહોદના વતની અને હાલ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામની સીમમાં વાડીએ રહેતા મડીયાભાઈ પ્રતાપભાઈ મખોડ (ઉ.વ.૨૯) વાળાએ આરોપીઓ હરેશ જગાભાઇ પટેલ, જીગાભાઈ જસમતભાઈ પટેલ રહે બંને ઘુનડા (સ) અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મોટા ભાઈ સરદારભાઈએ વાડી ભાગવી રાખેલ છે અને આરોપીઓ અવારનવાર ફરિયાદી મડીયાભાઈ અને તેના ભાઈ સરદારભાઈને ગૌશાળા કામે લઇ જતા હતા જેથી ફરિયાદીએ સરદારભાઈને ગૌશાળાનું કામ કરવાની ના પાડી હતી અને આરોપી હરેશ પટેલને સામાન ભરી ઘરે જતા રહેવાનું કહ્યું હતું પરંતુ સરદારભાઈએ વાડીની ઉપજનો ભાગ માંગતા આરોપીઓને સારું નહિ લાગતા બંને ભાઈઓને ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા અને લાકડી વડે માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે