હળવદ તાલુકાના ખોડ ગામમાં પાણી ભરવાની ના પાડી હતી જેનો ખાર રાખીને ચાર ઇસમોએ લાકડી વડે યુવાનને માર મારી ગાળો આપી માથામાં ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે
હળવદના ખોડ ગામે રહેતા રાજેશભાઇ કરશનભાઇ મારૂએ આરોપી ભુરાભાઈ માંડણભાઈ રબારી, ભરતભાઇ માંડણભાઈ રબારી, સગરામભાઈ માંડણભાઈ રબારી અને ધારાભાઈ માંડણભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ ભરતભાઇએ પોતાના ઘરે આરોપી ધારાભાઈની પત્નીને પાણી ભરવાની ના પાડી હતી જેનો ખાર રાખી ચારે આરોપીઓ લાકડી લઈને આવી ગાળો આપી લાકડી વડે માથામાં મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે