R R Gujarat

મોરબીના લાલપર નજીક કૌટુંબિક કાકા-ભત્રીજાના અકસ્માતમાં મોત મામલે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ

મોરબીના લાલપર નજીક કૌટુંબિક કાકા-ભત્રીજાના અકસ્માતમાં મોત મામલે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ


લાલપર ગામ નજીક મેળામાંથી પરત ફરતી વખતે કૌટુંબિક કાકા અને ભત્રીજાના બાઈકને કન્ટેનર ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંનેના મોત થયા હતા અકસ્માત બાદ કન્ટેનર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના લક્ષ્મીનગર ગામના રહેવાસી રાજેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડીયા (ઉ.વ.૩૫) વાળાએ ટ્રક કન્ટેનર જીજે ૧૨ એઝેડ ૩૨૭૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ રમેશભાઈ અને કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ બંને બાઈક જીજે ૩૬ એએમ ૮૯૫૭ લઈને તરણેતર મેળામાં ગયા હતા જ્યાંથી પરત લક્ષ્મીનગર ગામ આવતા હતા ત્યારે વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક પહોન્ચીતા ટ્રક કન્ટેનર જીજે ૧૨ એઝેડ ૩૨૭૦ ના ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ રમેશભાઈ અને કાકા પ્રેમજીભાઈ બંનેને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયા હતા અકસ્માત અંગે પોલીસ મથકમાં જાણ નહિ કરી ટ્રક કન્ટેનર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે