બોલેરો ગાડીમાં આવેલ બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ
રાણેકપર ગામ નજીક બોલેરોમાં આવેલ બે ઇસમોએ છોટા હાથી પર પથ્થર મારી આગળનો કાચ તોડી નાખ્યો હતો અને છોટા હાથી ઉભું રાખી દેતા ચાલકને ખંભા પર પથ્થર લાગતા ઈજા પહોંચી હતી હળવદ પોલીસે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદ ખારીવાડીના રહેવાસી ખોડાભાઈ રમેશભાઈ ટોટાએ આરોપીઓ ગુરમુખસિંગ ભાદા શીખ રહે ઢુવા રેલ્વે સ્ટેશન પાછળ વાંકાનેર અને મહેન્દ્રસિંગ બંગા શીખ રહે વાંકાનેર હસનપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાનું છોટા હાથી હળવદ ખારીવાડીથી ગાય ભરી રાણેકપર ગામ જતા હતા ત્યારે રાણેકપર રો પર ગુરુકુળ ગેટ પાસે એક બોલેરો પીકઅપ લઈને બંને આરોપીઓએ છોટા હાથી પર પથ્થર મારવા લાગ્યા હતા જેથી છોટા હાથીનો આગળનો કાચ તૂટી ગયો હતો અને ગાડી ઉભી રાખી ડેટા ખોડાભાઈને હાથમાં ખંભા પર પથ્થર લાગતા ઈજા પહોંચી બંને ઈસમો બોલેરો લઈને જતા રહ્યા હતા હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
