ઉમા ટાઉનશીપ રોડ પર ૫૮ વર્ષીય વૃદ્ધ ચાલીને જતા હતા ત્યારે કાર ચાલકે પાછળથી હડફેટે લેતા વૃદ્ધને પગમાં ઈજા પહોંચી હતી અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો
મોરબીના સામાકાંઠે ગીરીરાજ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ અમરશીભાઈ પંચાસરા (ઉ.વ.૫૮) વાળાએ કાર જીજે ૩૬ એજે ૫૭૫૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે કાર ચાલકે પુરઝડપે પોતાની કાર ચલાવી ઉમા ટાઉનશીપ રોડ સરસ્વતી સોસાયટી ૦૧ ની સામે ફરિયાદી પ્રવીણભાઈને પાછળથી હડફેટે લઈને પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
