હળવદ જીઆઈડીસી નજીક આવેલ ફેક્ટરીમાંથી કેબર વાયરના ટુકડાઓની ચોરી કરવામાં આવી છે અંદાજે રૂ ૧.૫૦ લાખની કિમતના કેબલ વાયર કાપી ચોરી કરી ગયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
હળવદની કરાંચી કોલોનીમાં રહેતા અમીન અલ્લારખા કલાડીયા (ઉ.વ.૩૫) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ રાત્રીના ૧૦ : ૪૫ વાગ્યાના અરસામાં હળવદ જીઆઈડીસી પાસે આવેલ વિકાસ જીનીંગ ફેકટરીમાં બે ચોર ઇસમોએ કારખાનામાં આવેલ ઇલેક્ટ્રિક રૂમમાં પેનલ બોર્ડથી અલગ અલગ ઇલેક્ટ્રિક મોટર સુધી જતા આશરે ૩૫ થી ૪૦ ફૂટ લંબાઈના આશરે ૫૦ જેટલા કેબલ વાયરના ટુકડાઓ જેની અંદાજીત કીમત રૂ ૧,૫૦,૦૦૦ કાપી ચોરી કરી ગયા છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
