R R Gujarat

વાંકાનેરમાં કરિયાવરના સામાનના બાકી પૈસા બાબતે બોલાચાલી અને મારામારી

વાંકાનેરમાં કરિયાવરના સામાનના બાકી પૈસા બાબતે બોલાચાલી અને મારામારી

 

વાંકાનેરના ચન્દ્રપુરના બોર્ડ પાસે એક ઇસમે બાકી પૈસા બાબતે બોલાચાલી કરી 45 વર્ષના આધેડને ઈંટનો છૂટો ઘા મારી માથામાં ઇજા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના ચંદ્રપૂરના રહેવાસી ઈસ્માઈલ ફતેહ ભાઈ શેરશિયાએ આરોપી કાદર અલ્લારખા સંધિ રહે લાલપર વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી કમાન ફર્નિચરમાંથી કરિયાવરનો સામાન લીધો હતો જેના પૈસા બાકી રાખ્યા હતા અને ફરિયાદી વચ્ચે રહ્યા હતા જેથી પૈસા બાબતે ફરિયાદી ઈસ્માઈલ આરોપી કાદરને ફોન કરતાં ચન્દ્રપુર બોર્ડ પાસે આવી ગાળો આપી ઈંટનો છૂટો ઘા મારી ઇજા કરી હતી વાંકાનેર સિટી પોલીસે વધુ તપાસ ચલાવી છે