R R Gujarat

BREAKING: સિરામિકના ધંધાર્થી પાસે લાંચ માંગતા : રાજકોટમાં CBI ત્રાટકી CGST ઈન્સ્પેકટર ઝડપાયો

BREAKING: સિરામિકના ધંધાર્થી પાસે લાંચ માંગતા : રાજકોટમાં CBI ત્રાટકી CGST ઈન્સ્પેકટર ઝડપાયો

સિરામિક ધંધાર્થીને ડિમાન્ડ નોટિસ આપી સેટલમેન્ટ માટે નાણાની માગણી કરતા ધંધાર્થીએ ગાંધીનગર સીબીઆઈમાં ફરિયાદ નોંધાવતા ગોઠવાઈ ટ્રેપ, દોઢ લાખની લાંચ લેતા નવીનકુમારને રંગેહાથ ઝડપી લેવાયો, રિમાન્ડની તજવીજ

શહેરના જિલ્લા પંચાયત ચોક નજીક આવેલી સીજીએસટીની ક્લેરીમાં એસીબીએ દરોડો પાડી ઈન્સ્પેક્ટરને દોઢ લાખની લાંચ લેતાં રંગેહાથ પકડી લેતાં જીએસટી વર્તુળોમાં ફફડાટ મચી ગયો છે. સિરામીક ધંધાર્થીને ડીમાન્ડ નોટીસ મોકલી સેટબમેન્ટ માટે લાંચીયા ઈન્સપેક્ટરે નાણા માગ્યા હતા. જે બાબતે ગાંધીનગર એસીબી કચેરીમાં ફરિયાદ કરી હતી અને એસીબીની ટીમે

રાજકોટ આવી ટ્રેપ ગોઠવી સીજીએસટી ઈન્સ્પેકટર હરીયાણાના વતની નવિનકુમારને રંગેહાથ પકડી પાડયો હતો. આરોપીએ અગાઉ આવા કેટલા કૌભાંડ કર્યા છે ? કયાં કપાં લાંચ લીધી છે તે સહિતના મુદ્દે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાશે. જીએસટી અને સીજીએસટી બન્ને વિભાગમાં નિવેધ ધર્યા સિવાય કામ ન થતાં હોવાની બુમરાડ છે. જેનો પુરાવો એસીબીએ પાડેલી રેઈડ છે. મળતી માહિતી મુજબ સિરામીકના કે મસ ન થઈ પતાવટ કરવી હોય તો ૩ લાખ જેવી રકમની ડીમાન્ડ (લાંચ) માંગવામાં આવી હતી. વેપારી દ્વારા વાટાઘાટના અંતે આ ફીગર દોઢ લાખમાં નકકી થયો હતો.

સિરામીકના ધંધાર્થીએ પોતે કંઈ ખોટું ન કર્યું હોય અને ખોટી રીતે મળેલી ડીમાન્ડ નોટીસ બાબતે લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી ગાંધીનગર સ્થિત એસીબી કચેરીનો સંપર્ક સાધ્યો હતો. જયાં તેણે લેખીત ફરિયાદ આપી હતી. સીબીઆઈની ટીમ દ્વારા સીજીએસટી ઈન્સ્પેક્ટરને લાંચના કેસમાં રંગેહાથ પકડવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ઈન્સ્પેકટર નવિનકુમાર અને સિરામીક ધંધાર્થી સાથે વાતચીત થયા મુજબ ગઈકાલે લાંચ આપવાનું નકકી થયું હતું અને તે મુજબ સિરામીક ધંધાર્થી લાંચ આપવા માટે પહોંચ્યા હતા. સીબીઆઈની ટીમ પણ છુપા વેશમાં ગોઠવાયેલી હતી. સિરામીક ધંધાર્થીએ લાંચ આપ્યા બાદ સાંક્તીક ઈશારાની સાથે જ સીબીઆઈની ટીમ આવી પહોંચી હતી અને રોકડ રકમ સાથે ઈન્સ્પેક્ટર નવિનકુમારને ઝડપ લીધો હતો. એસીબીની રેઈડ પડતાન સાથે જ રાજકોટ જ નહીં અન્યત્ર પણ જીએસટી સીએસટીમાં ફરજ બજાવત સરકારી બાબુઓમાં ચર્ચા સાથે ફફડાટ ફેલાયો હતો. એસીબીની ટીમ નિવનકુમારની ઓફીસની ચકાસણી કર હતી. તેના દ્વારા વેપારીઓ ધંધાર્થીઓને અપાયેલી નોટીસ, ચેકીંગ સહિતન કામગીરીનો રીપોર્ટ મેળવ્યો હતો. ફાઈલોર્ન ચકાસણી કરવામાં આવી હતી નવિનકુમારનો ફરજકાળનો ઈતિહાર એકત્રીત કરવા માટે સીબીઆઈએ ક્વાયત્ કરી હતી. આરોપીએ અગાઉ પણ વેપારીઓને આવી રીતે ખરી ખોટી નોટીસ આપીને રંજાડયા કે લાંચ લીધી હોવાની આશંકાના આધારે સીબીઆઈએ વિસ્તૃત પુછતાછ હાથ ધરતા નવિનકુમારનો પરસેવો છુટી ગયો હતો.