R R Gujarat

વાંકાનેરમાં લોન હપ્તાની રીકવરી બાબતે મારામારી, બંને પક્ષે મારામારી બાદ સામસામી પોલીસ ફરિયાદ

વાંકાનેરમાં લોન હપ્તાની રીકવરી બાબતે મારામારી, બંને પક્ષે મારામારી બાદ સામસામી પોલીસ ફરિયાદ


વાંકાનેર ચાવડી ગેટ પાસે લોનના હપ્તાની રીકવરી માટે ગયેલ એજન્ટ પર ત્રણ પિતા પુત્રોએ હુમલો કર્યો હતો અને ઝપાઝપી કરી છૂટી કાચની બોટલનો ઘા કરી માથામાં અને આંખ ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હતી તો સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે


વાંકાનેર માર્કેટ ચોક ઓઝા શેરીમાં રહેતા જયેશભાઈ મહેશ્વારભાઈ ઓઝા (ઉ.વ.૫૯) વાળાએ આરોપીઓ જય જીતેન્દ્રભાઈ જ્સ્વાલ, કિશન જીતેન્દ્રભાઈ જ્સ્વાલ અને જીતેન્દ્ર રમણીકભાઈ જસ્વલ રહે બધ વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી જયેશભાઈ ગાયત્રી કો ઓ. મંડળીના એજન્ટ હોય અને આરોપીઓએ વર્ષ ૨૦૧૮ ની સાલમાં લોન લીધી હતી જે લોનના હપ્તા છેલ્લા નવ મહિનાથી ભરતા ના હતા જેથી પૈસા માંગવા જતા વાંકાનેર ચાવડી ગેટ પાસે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ઝપાઝપી કરી છૂટી કાચની બોટલના ઘા કરી માથામાં અને આંખના નીચેના ભાગે નાની મોટી ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


સામાપક્ષે વાંકાનેર રાતીદેવરી રોડ પર રહેતા જયદીપભાઈ જીતેન્દ્રભાઈ જયસ્વાલ નામના યુવાને આરોપીઓ જયેશભાઈ મહેશ્વરભાઈ ઓજા, આકાશભાઈ જયેશભાઈ ઓજા અને ઋષભ જયેશભાઈ ઓજા રહે બધા ઓજા શેરી વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ચાવડી ગેટ પાસે રાજેશ કોલ્દ્રીન્ક્સ દુકાને હોય ત્યારે આરોપી જયેશ ઓજાએ આવી પૈસાની માંગણી કરી ગાળો બોલી ઝપાઝપી કરી હતી અને અન્ય આરોપીઓએ આવી ઢીકા પાટું માર મારી દુકાનમાં રાખેલ સોડા બોટલ અને કાચના ગ્લાસના છુટા ઘા કરી ફરિયાદી જયદીપને ઈજા કરી ટાંટિયા ભાંગી નાખવાની અને ચેક રીટર્ન કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે