પાનેલી ગામ નજીક જીઆઇડીસીમાં ટાંકા પાસે 11 માસનું બાળક રમતું હતું ત્યારે બોલેરો ચાલકે પુરજડપે ચલાવી બાળકને ઠોકર મારતા માસૂમને ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના ખાટકીપરા નાકા પાસે રહેતા અનિલભાઈ ભુડાભાઈ કટારાએ બોલેરો જીજે 36 એક્સ 5031 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો આશિષ (ઉ. વ.11 માસ) વાળો પાનેલી ગામે જીઆઇડીસીમાં પાણીના ટાંકા પાસે રમતો હતો ત્યારે બોલેરો ચાલકે પુરજડપે ચલાવી ટાયરમાં હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા પહોંચતા બાળકનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે