મકનસર નજીક 55 વર્ષની મહિલા રોડની સાઈડમાં ઊભા હતા ત્યારે બોલેરો ચાલકે હડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું
મૂળ રાજકોટ હાલ વાંકાનેર જિનપરાના રહેવાસી અજય ભરતભાઈ સોઢાએ બોલેરો પિકઅપ આરજે 04 જીસી 5350 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મોરબી વાંકાનેર હાઇવે પર મકન્સર નજીક ફરિયાદીના મોટા મંજુબેન ભરતભાઈ સોઢા (ઉ. વ.55) વાળા કારખાના તરફ જતાં રોડ પર રસ્તાની કટ્ટ પાસે ઊભા હતા ત્યારે બોલેરો ચાલકે પુરજડપે ચલાવી માતાને ઠોકર મારી હતી અકસ્માતમાં મંજુબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે