R R Gujarat

મોરબી સિવિલ હોસ્પીટલના મુખ્ય ગેટ પાસેથી બાઈક ચોરી

મોરબી સિવિલ હોસ્પીટલના મુખ્ય ગેટ પાસેથી બાઈક ચોરી


શહેરમાં બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે વાહનચોરી કરતી ગેંગ બેફામ બની ગઈ છે જેમાં શહેરની સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસેથી ૨૦ હજારની કિમતનું બાઈક ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના પંચાસર રોડ રાજનગર સોસાયટીના રહેવાસી મનીષભાઈ પ્રહલાદભાઈ ભટ્ટ (ઉ.વ.૪૭) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ જુનના રોજ રાત્રીના ૧૨ વાગ્યાથી સાડા બાર વાગ્યા વચ્ચેના અરસામાં ફરિયાદીનું બાઈક જીજે ૦૩ ઈએફ ૧૭૭૩ કીમત રૂ ૨૦ હજાર વાળું સરકારી દવાખાના અંદર મુખ્ય ગેટના પિલર પાસે પાર્કિંગમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે