શનાળા રોડ પર આવેલ સુપરમાર્કેટના પાર્કિંગમાં રાખેલું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી મહેન્દ્રનગર ચોકડીએ પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા પાર્થ રમેશભાઈ સાવલીયાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૧૦ ના રોજ ફરિયાદી પાર્થ પોતાનું બાઈક જીજે ૦૧ જેડબલ્યુ ૫૦૬૮ કીમત રૂ ૫૦,૦૦૦ વાળું લઈને શનાળા રોડ પર આવેલ સુપરમાર્કેટ ગયો હતો અને સુપર માર્કેટના ગેટ નં ૧ પાસે પાર્કિંગમાં બાઈક રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


