R R Gujarat

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર પાસેથી બાઈક ચોરી

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર પાસેથી બાઈક ચોરી


ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાને ઘર પાસે રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો છે વાંકાનેર સીટી પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેર શારદા સ્કૂલ વાળી શેરી ભાટિયા સોસાયટીમાં રહેતા જગદીશભાઈ રસિકલાલ પરમારે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ઓગસ્ટના બપોરે ૨ વાગ્યાથી સાંજે ૫ સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદીનું બાઈક જીજે ૦૩ એચડી ૮૩૧૮ કીમત રૂ ૫૧,૦૦૦ વાળું ઘર સામે રાખેલ હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે