R R Gujarat

મોરબીના બેલા ગામ નજીક ફેકટરીના ગેટ પાસેથી બાઈક ચોરી


બેલા નજીક આવેલ કારખાનાના ગેટ બહાર પાર્કિંગમાં રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના આલાપ રોડ શિવ એપાર્ટમેન્ટના રહેવાસી પ્રતિક મનહરભાઈ ફેફરે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૦૭ ના રાત્રીના સાડા અગિયાર વાગ્યાથી તા. ૦૬-૦૭ ના સવારના આઠેક વાગ્યા દરમિયાન ફરિયાદીનું બાઈક જીજે ૦૩ ડીકે ૦૨૧૯ કીમત રૂ ૧૫ હજાર વાળું બેલા ગામની સીમમાં આવેલ સીસમ રોડ પર શ્રીરામ પેકેજીંગ કારખાના ગેટ બહાર રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે