R R Gujarat

મોરબીના લીલાપર રોડ પરથી બાઇક ચોરી કરનાર ઈસમ ઝડપાયો

મોરબીના લીલાપર રોડ પરથી બાઇક ચોરી કરનાર ઈસમ ઝડપાયો

 

મોરબીના લીલાપર સ્મશાન રોડ પરથી બાઇક ચોરી કરનાર ઇસમને દબોચી લઈને પોલીસે ચોરી થયેલ બાઇક રિકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સિટી એ ડિવિજન પોલીસની ટીમ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હતી ત્યારે લીલાપર સ્મશાન રોડ પરથી એક ઈસમ બાઇક સાથે મળી આવતા કાગળો માંગતા નહીં હોવાનું જણાવતા પોકેટ કોપ એપ્લિકેશનથી સર્ચ કરતાં બાઇક ચોરી થયાનું ખૂલ્યું હતું અને એ ડિવિજન પોલીસ મથકમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસ આરોપી જૂસબ હાસમ ભટી (ઉ. વ.21) રહે મોરબી રેલવે સ્ટેશન પાછળ ખાડામાં રોહિદાસપરા વાળાને જડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે