મોરબી કચ્છ નેશનલ હાઈવે પર રોડ પર ખાડો આવી જતા ૫૦ વર્ષીય આધેડનું બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અન્ય એકને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયાના હરીપર ગામે રહેતા સુભાન નુરમામદ પાયક (ઉ.વ.૫૧) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સુભાન અને સતારભાઈ કાસમભાઈ પાયક (ઉ.વ.૫૦) રહે હરીપર વાળા બંને કચ્છ મોરબી નેશનલ હાઈવે પરથી બાઈક જીજે ૧૨ ઈકે ૬૬૩૫ લઈને જતા હતા અને બાઈક સતારભાઈ ચલાવતા હતા હાઈવે પર રોડ પર ખાડો આવી જતા બાઈક સ્લીપ થતા સતારભાઈ પાયકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને ફરિયાદી સુભાનને માથાના ભાગે ઈજા પહોંચી હતી માળિયા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


