દારૂ-બિયરનો જથ્થો, બોલેરો પીકઅપ સહીત ૨૨.૧૮ લાખના મુદામાલ સાથે બે ઝડપાયા
વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ નજીકથી બોલેરો પીકઅપમાં ઈંગ્લીશ દારૂની ૫૪૦ બોટલ અને બીયરના ૪૪૬૪ ટીન મળીને ૧૬ લાખથી વધુનો દારૂ અને બીયરનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ૨૨.૧૮ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન થાનગઢ તરફથી ઉંડવીવાળા રસ્તે થઈને એક બોલેરો પીકઅપ જીજે ૧૩ એએક્સ ૬૩૦૫ વાળી લુણસર તરફ આવે છે જે બોલેરો ગાડીમાં ગેરકાયદે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળતા એલસીબી ટીમે ચિત્રાખડા ગામ નજીક વોચ ગોઠવી હતી અને બોલેરો પસાર થતા ગાડીને રોકી તલાશી લીધી હતી બોલેરો ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની ૫૪૦ બોટલ કીમત રૂ ૬,૪૮,૦૦૦ અને બીયરના ૪૪૬૪ ટીન કીમત રૂ ૯,૬૦,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો
જેથી એલસીબી ટીમે દારૂ અને બીયરનો જથ્થો કીમત રૂ ૧૬,૦૮,૦૦૦ બે મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ અને બોલેરો પીકઅપ કીમત રૂ ૬ લાખ સહીત કુલ રૂ ૨૨,૧૮,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે બોલેરો ચાલક આરોપી ભરત હકાભાઇ ઝાલા અને પ્રકાશ ગીધાભાઈ ઝાલા રહે બંને વીજળીયા તા. થાન વાળાને ઝડપી લીધા છે અન્ય આરોપી પ્રવીણ ઉર્ફે પરમેશ હકાભાઇ ઝાલા રહે વીજળીયા અને માલ મંગાવનાર અને તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


