ચરાડવા ગામે રહેતા યુવાન બજાજ કંપનીમાંથી બોલતા હોવાનું કહીને રિક્ષાના હપ્તાના રૂ 10,192 ઑનલાઇન મેળવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે
ચરાડવા ગામે રહેતો મનોજ વાલજી હળવદીયાએ મોબાઈલ નંબર 79849 77871 નો ધારક અને અર્ચનાબેન નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ બજાજ કંપનીમાંથી બોલતા હોવાનું કહી ફરિયાદીની રિક્ષાનો હપ્તો ચડી ગયો છે હપ્તો ભરવા માટે ફોનમાં વાતચીત કરી વિશ્વાસ કેળવી સ્કેનર મોકલી રૂપિયા 10,192 રકમ ઑનલાઇન ટ્રાન્સફર કરી હતી અને રિક્ષાનો હપ્તો ના ભરી કે રૂપિયા પરત ના આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે