R R Gujarat

વાંકાનેરના અમરસર ગામે માલઢોર બજારમાં નહીં રાખવાનું કહેતા બઘડાટી, સામસામી ફરિયાદ

વાંકાનેરના અમરસર ગામે માલઢોર બજારમાં નહીં રાખવાનું કહેતા બઘડાટી, સામસામી ફરિયાદ

બંને પક્ષે છૂટ હાથની મારામારી કર્યા બાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

વાંકાનેરના અમરસર ગામે માલઢોર બજારમાં નહીં રાખવાનું કહેતા લાકડી વડે માર મારી 10 ઇસમોએ મંડળી રચી મારામારી કરી હતી બંને પક્ષે મારામારી કર્યા બાદ સામસામી ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરના અમરસર ગામના વિપુલભાઈ વિભાભાઈ ફાંગલીયાએ આરોપીઓ ભાયા જાલા ગમારા, મહિપાલ ભાયા ગમારા, સુનિલ ભાયા ગમારા, જાલા ઉકા ગમારા, ગોવિંદ જાલા ગમારા, પરબત જાલા ગમારા, હિન્દુ ઘોઘાભાઈ ગમારા, ભીખુ જાલા, દેવા ચકુ ગમારા, રાજૂબેન ભીખુભાઈ અને મોંઘીબેન ભાયાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપી ભાયા ગમારાને માલઢોર બજારમાં નહીં રાખવાનું કહેતા સારું નહીં લાગતાં લાકડી વડે માર મારી તેમજ અન્ય આરોપીઓએ પાઇપ અને લાકડી વડે માર મારી માથામાં ઇજા કરી હતી અને ગાળો આપી હતી

સામાપક્ષે મહિપાલ ભાયા ગમારાએ આરોપી વિપુલ વિભાભાઈ ફાંગલીયા, વિભા વેલાભાઈ ફાંગલીયા, ભગવાનજીભાઈ મચછાભાઈ ફાંગલીયા, સુરેશભાઇ ફાંગલીયા, વિક્રમ વિભા ફાંગલીયા, દશરથ ભગવાનજી ફાંગલીયા, પ્રકાશ ભગવાનજી ફાંગલીયા, સંજય ભગવાનજી , પબાભાઈ ફાંગલીયા, કાનાભાઈ પબાભાઈ ફાંગલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ અગાઉ ખેતરમાં ભેસો ગઈ હોવાથી બોલતા ચાલતા નથી અને આજે ભેંસ સાથે ગાડી યાદી જતાં બોલાચાલી થઈ હતી જેથી આરોપીઓએ લોખંડ પાઇપ અને લાકડી વડે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી તેમજ મકાનની બારી અને મોટરસાયકલમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે