R R Gujarat

મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી નહિ કરવાનું કહેતા યુવાન પર હુમલો

મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી નહિ કરવાનું કહેતા યુવાન પર હુમલો


મહિલાઓ સહીત પાંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ


મોરબીના મકનસર ગામે યુવાને આરોપી મહિલાને પત્નીની ચડામણી નહિ કરવાની વાત કરી હતી જે સારું નહિ લાગતા મહિલાઓ સહિતના પાંચ આરોપીઓએ લાકડી વડે માર મારી યુવાનને ઈજા કરી હતી
મોરબીના નવા મકનસર ગામે રહેતા હિતેશ બાબુભાઈ દેગામા (ઉ.વ.૩૫) વાળાએ આરોપીઓ જગદીશ ધીરૂભાઈ દેગામાં, રઘુ જગદીશભાઈ દેગામા, આકાશ જગદીશ દેગામાં, ભાવનાબેન જગદીશભાઈ દેગામા અને લીલાબેન ધીરૂભાઈ દેગામાં રહે બધા મકનસર તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપી ભાવનાબેનને પોતાની પત્નીને ચડામણી નહિ કરવાની વાત કરી હતી જે સારું નહી લાગતા આરોપી રઘુ અને આકાશ લાકડી લઈને આવી ફરિયાદી હિતેશ અને મધુબેનને લાકડી વડે માર મારી તેમજ ફરિયાદી હિતેશને ઢીકા પાટૂ માર મારી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે