વાઘગઢ ગામે અગાઉની માથાકૂટ કરવા હોવાથી આધેડે સમજાવ્યા હતા જેનો ખાર રાખી બે ઇસમોએ આધેડને માર મારી મારી નાખવાની ધમકી આપી છરી વડે એક ઘા મારી ઇજા કરી હતી
ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલાએ આરોપીઓ યોગેશ તુલશી કાસુદ્વરા અને મનોજ તુલશી કાસુદ્વરા બંને ઘુનડા (ખા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને સાત આઠ દિવસ પહેલા વાડીની બાજુમાં બંને આરોપીઓ ફરિયાદીના ગામના રમભા ઝાલા સાથે અગાઉ માથાકૂટ કરતાં હતા ત્યારે ફરિયાદીએ બોલાચાલી જઘડો ના કરવા સમજાવ્યા હતા જે બાબતનો ખાર રાખી બંને ઇસમોએ ઢીકા પાટૂ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે એક ઘા કરી ઇજા કરી હતી