નાના દહીંસરા ગામે વડીલોપાર્જિત જમીન મામલે કુટુંબી સગા સાથે મનદુખ ચાલતું હતું જે બાબતે 13 આરોપીઓએ યુવાન સહિતના પરિવારના સભ્ય પર હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
માળીયાના નાના દહીસરા ગામના વિજય હમીરભાઈ પરમાર નામના યુવાને 13 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી અજય છગનભાઇ પરમાર, છગનં કાનજીભાઇ પરમાર, જીતેશ કાનજીભાઇ પરમાર, રમેશ કાનજીભાઇ પરમાર, નરેશ કાનજીભાઇ પરમાર, કાનજી મુળુભાઈ પરમાર, શૈલેષ સાવજીભાઈ પરમાર, પિન્ટુ વિનોદ પરમાર, પંકજ શિવા પરમાર, શામજી શિવા પરમાર, હીરા મુળુભાઈ પરમાર અને સુરેશ બુટાભાઈ બાંભવા રહે બધા મોટા દહીસરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓ સાથે અગાઉ વડીલોપાર્જિત જમીન પ્લોટ બાબતે ચાલતા મનદુખનો ખાર રાખી હથિયારો જેમાં ધોકા, લોખંડ સળિયા, ટામી, સોરીયું લઈને આવી ફરિયાદી, તેના ભાઈ, પિતા પર ઘા કરી જીવલેણ ઇજા કરી માર મારી જયાંથી મારી નાખવાની ધમકી આપી હતી માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે