મોરબીમાં બેલા(રંગપર) ખાતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મંત્રીના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા સ્ટેટ હસ્તકના રૂ. ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લામાં વાહન વ્યવહાર સુગમ બનાવવા તથા પરિવહન ક્ષેત્રે માળખાકીય પરિવર્તન માટે અંદાજે રૂ. ૨૮.૪૩ કરોડથી વધુના ખર્ચે બેલા ભરતનગર (શ્રી ખોખરા હનુમાન) રોડ, અંદાજે રૂ. ૭.૯૦ કરોડના ખર્ચે પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ રસ્તાનું રીસર્ફેસિંગ, અંદાજે રૂ. ૭.૫૧ કરોડથી વધુ ના ખર્ચે ઝિકિયારી ખાતે મેજર બ્રિજ અને અંદાજે રૂ. ૧૫.૯૩ કરોડથી વધુના ખર્ચે અણીયારી વેજલપર ઘાટીલા રોડ સહિતના રોડ રસ્તાના કાર્યોની ભેટ મંત્રીએ મોરબી જિલ્લાને અર્પણ કરી હતી.


