મોરબી સિંચાઈ વિભાગમાં મદદનીશ ઈજનેર પોતાનું એકટીવા લઈને પાડા પુલ પરથી જતા હતા અને ઓવરટેક કરવા જતા અન્ય બાઈકના હેન્ડલને એકટીવા અડી જતા કાબુ ગુમાવતા પુલની રેલીંગ સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મદદનીશ ઈજનેર સિંચાઈ વિભાગ મોરબી (નર્મદા) રાહુલભાઈ મનસુખભાઈ પરમાર (ઉ.વ.૨૯) નામના યુવાન ગત તા. ૨૬ ના રોજ પોતાનું એકટીવા જીજે ૩૬ એન ૫૦૦૯ લઈને ઓફીસના કામથી બહાર ગયા બાદ ઓફિસે પરત જતા હતા મોરબીના પાડા પુલ પર પહોંચતા આગળ જતા સાજીદભાઈ મેમણને સાઈડ માટે બેથી ત્રણ વખત હોર્ન માર્યા છતાં સાઈડ નહિ અપાતા ઓવરટેક કરતા સાજીદભાઈના બાઈક હેન્ડલ સાથે એકટીવા અડી જતા એકટીવા પરનો કાબુ ગુમાવ્યો હતો અને મદદનીશ ઈજનેર લોખંડ રેલીંગ સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સારવાર દરમીયાન મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


