સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે વિડીયો બનાવી સમાજમાં ભય ઉભો કરવામાં આવતો હોય છે ત્યારે પીપળી ગામમાં રહેતા ઇસમેં છરી સાથેનો વિડીયો વાયરલ કરતા આરોપીને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ હીરાભાઈ સાપરાએ આરોપી અંશુલસિંહ રવિસિંહ સોલંકી રહે હાલ જૂની પીપળી માનસધામ સોસાયટી મૂળ રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ લોકોમાં ભય ફેલાવવાના ઈરાદે જાહેરમાં પોતાના હાથમાં ખુલ્લી છરી હથિયાર રાખી દેકારો કરતો હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો મોરબી તાલુકા પોલીસે આરોપી અંશુલસિંહ સોલંકીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
