R R Gujarat

મોરબીમાં વધુ એક જમીન કોભાંડ : પાંચ આરોપીઓ વિરુદ્ધ ચીટીંગની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વધુ એક જમીન કોભાંડ : પાંચ આરોપીઓ વિરુદ્ધ ચીટીંગની પોલીસ ફરિયાદ નોંધાઈ


મોરબીમાં એક બાદ એક જમીન કોભાંડ જોવા મળી રહ્યા છે તાજેતરમાં ખેડૂતની જમીનનો દસ્તાવેજ કરી નાખ્યો હતો અને બેંક ખાતામાં એક કરોડથી વધુની રકમ જમા કરી બાદમાં બારોબાર ઉપાડી લઈને ચીટીંગ કરવામાં આવ્યું હતું જે ચીટીંગના બનાવમાં પોલીસ મથકમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના નવાગામ લગધીરનગર ગામના રહેવાસી પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાએ આરોપીઓ કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા, વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા રહે બંને અમદાવાદ, ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા રહે મોરબી, આર ડી સી બેંક મેનેજર ડી આર વડાવીયા, અશોક લાભુભાઈ મકવાણા અને અન્ય જવાબદાર બેંક કર્મચારી તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૧૪,૧૨૦,૩૪ હેઠળ ગુનો નોંધ્યો છે ફરિયાદમાં જણાવ્યું છે કે કૌટુંબિક સંબંધી કનૈયાલાલ હોટેલમાં ભાગ રાખવા બાબતે કહ્યું હતું અને બીજે દિવસે કનૈયાલાલ ઘરે આવ્યા અને અમદાવાદ જવાનું છે ચેક બૂક સાથે લઇ લેજો કહ્યું જેથી ચેક બૂક સાથે લીધી હતી અને અમદાવાદ લઇ ગયા હતા જ્યાં કનૈયાલાલના ઘરે રોકાયા હતા આરોપી કનૈયાલાલ અને તેનો દીકરો વિશ્વાસ પાસે દારૂ પીવાની પરમીટ હોય જેથી દારૂનું સેવન કર્યું હતું અને નશાની હાલતમાં બંને આરોપીઓ સબ રજીસ્ટર ઓફિસે લઇ ગયા હતા
જ્યાં કનૈયાલાલના બનેવી પ્રાણજીવન દલુભાઇ ગામી અને દીકરો રમેશ ગામી પણ હાજર હતા ફરિયાદીની માલિકી અને કબ્જા ભોગવટાની ખેતીની જમીન ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના જાસપુર મુકામે રેવન્યુ ખાતા નં ૧૨૨૫ સર્વે નં ૨૫૨ પૈકીની હેક્ટર ૧,૨૯,૯૮ આરે (૧૨૯૯૮-૦૦) વાળી તથા રેવન્યુ ખાતા નં ૧૦૧૯ સર્વે નં ૨૬૧ પૈકી હે ૦-૭૪-૪૧ આરે (૭૪૪૧-૦૦) વાળી જમીન આવેલ છે જે બંને જમીનના નશાની હાલતમાં ખોટી સમજણ કરાવી વિશ્વાસમાં લઈને દસ્તાવેજ અનુ. નં ૧૬૮૭૩/૨૨ અને ૧૬૮૭૫/૨૨ વાળા કરાવી લીધા હતા જે દસ્તાવેજમાં દર્શાવ્યા મુજબનું કોઈ અવેજ અમોને મળ્યું નથી બીજા દિવસે ફરિયાદી મોરબી આવ્યા હતા
બીજે દિવસે મોરબી આવ્યા હતા લાઈટ બીલ ભરવાનું હોવાથી ચેકની જરૂરત પડતા ઘરે ચેકબુક તપાસ કરતા યાદ આવ્યું કે ચેક બૂક કનૈયાલાલના ઘરે રહી ગઈ છે જેથી ચેકબૂક મોકલવા જણાવ્યું હતું ચેકબૂક મોકલાવી દેવા કહ્યું પરંતુ બે ત્રણ દિવસ આવી નહિ જેથી રાજકોટ ડીસ્ટ્રીકટ કો. બેંકમાં જઈને ચેક બૂક કેન્સલ કરવા ફોર્મ/અરજી આપી હતી નવી ચેકબૂક માટે અરજી આપી હતી તા. ૦૧-૧૧-૨૦૨૨ ના રોજ બેંકમાં ચેક બૂક લેવા ગયા ચેક બૂક માંગતા બેંક કર્મચારીએ તમારી ચેકબૂક લઇ ગયા છે તેમાં કોઈ અશોક મકવાણા નામની અવાચ્ય સહી કરી હતી તેજ ખાતા નંબરની બીજી ચેક બૂક હતી રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપ. મોરબી ગ્રામ્ય શાખાના બેંક વાળા અશોકભાઈ મકવાણાને રૂબરૂ બોલાવતા તેને કોઈ ભુપેનભાઈ ચેક બૂક લઇ ગીએલ છે તેમ જણાવ્યું હતું બીજા દિવસે ખાતામાં પૈસા જમા થયેલ અને ચેક મારફતે આરટીજીએસથી ઉપાડી લેવામાં આવ્યા છે જેથી બેંકમાં કોઈ ચેક આપ્યો નથી કે સહી કરી નથી બેંક વાળાએ તે ચેક બતાવતા મેં સહી કરી નથી કોઈને આપેલ નથી છતાં તા. ૧૭-૧૦-૨૦૨૨ થી તા. ૨૭-૧૧-૨૦૨૨ સુધીમાં અંદાજે એક કરોડ ચૌદ લાખ રૂપિયા ચેક મારફત ખાતામાં જમા થયા હતા અને તે જ દિવસે ખાતામાંથી અલગ અલગ ખાતામાં આરટીજીએસથી ટ્રાન્સફર થયા હતા
બાદમાં બેંક સ્ટેટમેન્ટ મેળવતા ખાતામાંથી તા. ૧૯-૧૦-૨૨ ના રોજ રૂ ૨૦ લાખ તા. ૧૨-૧૦-૨૨ ના રોજ ૨૦ લાખ તા. ૨૧-૧૦-૨૨ ના રોજ રૂ ૨૫ લાખ, તા. ૨૭-૧૦-૨૨ ના રોજ રૂ ૨૫ લાખ, તા. ૨૮-૧૨-૨૨ ના રોજ ૨૪,૨૫,૦૦૦ જમા કરાવેલ અને અલગ અલગ નામથી આરટીજીએસ મારફત ખોટી સહી કરી ખાતામાંથી ઉપાડી લીધા છે જેમાં તા. ૧૯-૧૦-૨૨ ના રોજ રૂ ૨૦,૦૦,૦૪૫ ગુરુકૃપા કેટરર્સ તા. ૨૦-૧૦-૨૨ ના રોજ રૂ ૨૦,૦૦,૦૪૫ શ્રી કિસના હોટેલ એન્ડ રેસ્ટોરનન્ટ, રૂપિયા ૭૪,૨૫,૧૩૫ રેલાટેન્સ ટેકનોલોજી પેઢીમાં જમા થયેલ છે આમ કૌટુંબિક સંબંધી કનૈયાલ દેત્રોજા, તેના પુત્ર વિશ્વાસ દેત્રોજાએ જમીનનો દસ્તાવેજ કરાવી ખાતામાં જાણ બહાર અવેજના પૈસા નાખી બેંક કર્મચારી સાથે સાંઠગાંઠ કરી ચેક બૂક મેળવી ખોટી સહીઓ કરી તેના ક્રિષ્ના હોટેલના પાર્ટનર ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કૌસુન્દ્રાના અલગ અલગ ખાતામાં રૂ ૧,૧૪,૨૫,૦૦૦ જેટલી રકમ ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે