અજાણ્યા આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી
આંદરણા ગામની સીમમાં અજાણ્યા ઇસમેં કોઈ કારણોસર અજાણી સ્ત્રીની હત્યા કરી મૃતદેહ ખેતરના શેઢા પાસે સળગાવી નાખી હત્યા કરી પુરાવાનો નાશ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી તાલુકા પીએસઆઈ હરેશકુમાર શ્યામબરન તિવારીએ અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૩ ના રોજ બપોરના ૧ : ૪૦ પહેલા કોઈપણ સમયે અજાણ્યા આરોપીએ આંદરણા ગામની સીમમાં આવેલ બીસ્કોઈન કારખાના સામે અજાણી સ્ત્રી આશરે ૪૫ થી ૫૦ વર્ષ વાળીની કોઇપણ રીતે હત્યા કરી મૃતદેહ ગામની સીમમાં આવેલ ખેતરના શેઢા પાસે રોડની સાઈડમાં સળગાવી દીધી હતી અને પુરાવાનો નાશ કર્યો હતો મોરબી તાલુકા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


