કેદારીયા ગામ નજીકથી પસાર થતી કેનાલના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હતું બનાવ અંગે હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસે મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૮ ના રોજ સવારના સમયે અજાણ્યો પુરુષ આશરે ૨૫ વર્ષ વાળો કેદારીયા ગામ નજીક આવેલ નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો હળવદ પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે
