દિગ્વિજયનગરમાં રહેતા ૭૯ વર્ષના વૃદ્ધ દુકાને બેઠા હતા ત્યારે અચાનક શ્વાસ ચડતા બેભાન થયા હતા અને સારવારમાં વૃદ્ધનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે તપાસ ચલાવી છે
વાંકાનેર શહેરના પેડક દિગ્વિજયનગરમાં રહેતા બહાદુરખાન બૂરાનખાન પઠાન (ય.વ.૭૯) વાળા વૃદ્ધ ગત તા. ૦૨ ના રોજ બપોરે પેડક સોસાયટીમાં દુકાને બેઠા હતા અને અચાનક શ્વાસ ચડતા બેભાન થયા હતા જેથી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના ડોકટરે બીમારી સબબ મોત થયાનું જાહેર કર્યું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


