R R Gujarat

મોરબીના શિવનગર ગામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મહિલાનું મોત

મોરબીના શિવનગર ગામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મહિલાનું મોત

મોરબીના શિવનગર ગામમાં કડિયા કામ કરતી વખતે મહિલાને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે


મોરબીના શિવનગર પંચાસર ગામના રહેવાસી હેતાબેન નાજુભાઈ સંઘાડા (ઉ.વ.૩૫) નામની મહિલા કડિયાકામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મહિલાનું મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે