વાંકાનેર નેશનલ હાઈવે પર આસ્થા ગ્રીન સોસાયટી પાસે રોડ ક્રોસ કરતા ૬૦ વર્ષીય વૃધ્ધાને કાર ચાલકે ઠોકર મારી હતી જેથી માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર મંત્રી સોસાયટી ધર્મનગરના રહેવાસી કનાભાઈ ઠાકરશીભાઈ સોળમીયાએ કાર જીજે ૨૭ કે ૫૨૩૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના માતા મધુબેન ઠાકરશીભાઈ સોળમીયા (ઉ.વ.૬૦) વાળા ગત તા. ૦૧ ના રોજ મોરબી નેશનલ હાઈવે રોડ પર આસ્થાગ્રીન સોસાયટી સામે ચાલીને રોડ ક્રોસ કરી ઘરે આવતા હતા ત્યારે કારચાલકે પુરઝડપે ચલાવી ફરિયાદીના માતાને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો મધુબેનને માથાના ભાગે અને જમણા પગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને કાર ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


