R R Gujarat

વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં બાથરૂમમાં હાર્ટએટેક આવતા વૃદ્ધાનું મોત

વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં બાથરૂમમાં હાર્ટએટેક આવતા વૃદ્ધાનું મોત


શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધાને બાથરૂમમાં હાર્ટ એટેક આવતા બેભાન થયા બાદ મોત થયું હતું બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીના રહેવાસી ગીતાબેન દેશળભાઈ પરમાર (ઉ.વ.૬૭) નામના વૃદ્ધા પોતાના ઘરે સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં બાથરૂમમાં હતા ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઇ જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના તબીબે જીઓ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે