કુબેરનગરમાં રહેતા ૬૩ વર્ષના વૃદ્ધને શ્વાસની તકલીફ થતા નીચે જમીન પર પડી જતા હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત થયું હતું
મોરબીના નવલખી રોડ પર કુબેરનગરમાં રહેતા દિલીપભાઈ નાથાલાલ પરમાર (ઉ.વ.૬૩) નામના વૃદ્ધ ગત તા. ૧૫ ના રોજ ઘરે હોય અને વહેલી સવારે શ્વાસની તકલીફ થતા નીચે જમીન પર પડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


